સાબરકાંઠા: શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરનો આમંત્રણ રથ આવતા હનુમાન ભકતો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત

શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિર સારંગપુર ધામ આયોજિત શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામોમા આમંત્રણ માટે ફર્યો હતો

New Update
સાબરકાંઠા: શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરનો આમંત્રણ રથ આવતા હનુમાન ભકતો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના વિવિધ ગામોમા શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરનો આમંત્રણ રથ આવતા હનુમાન ભકતો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિર સારંગપુર ધામ આયોજિત શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામોમા આમંત્રણ માટે ફર્યો હતો.હનુમાન ભકતો તથા ધર્મપ્રેમી લોકોએ દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને રથનુ સ્વાગત કર્યુ હતુ તો આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરના મહંત સ્વામી પ્રાણજીવન , નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ પંડયા,પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ સહિત હનુમાન ભક્તો ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા