સાબરકાંઠા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો...

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો

New Update
સાબરકાંઠા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો...

હિંમતનગરના રાયગઢના અગ્નિહોત્ર આશ્રમ દ્વારા આયોજન

આશ્રમમાં 90 વર્ષથી નિરંતર ચાલતોઈ અગ્નિહોત્ર ઉપાસના

અગ્નિહોત્ર આશ્રમ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને ખેડૂતોની ઉપસ્થિતિ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢના અગ્નિહોત્ર આશ્રમમાં છેલ્લા 90 વર્ષથી નિરંતર અગ્નિહોત્ર ઉપાસના ચાલે છે. જેના 91મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ખાતે યોજાયેલા અગ્નિષ્ટોમ મહાસોમયાગના ત્રીજા દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પધાર્યા હતા. અગ્નિહોત્ર આશ્રમ ખાતે 90 વર્ષથી નિત્ય નિરંતર ચાલતા અગ્નિષ્ટોમના 91મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, રાયગઢ ખાતે દાદા શ્રી ચુનીલાલજી અગ્નિહોત્રી દ્વારા પ્રારંભાયેલ અગ્નિષ્ટોમની પરંપરાને ઋષિરાજ અગ્નિહોત્રી, યોગેન્દ્ર અગ્નિહોત્રી અને પુત્ર અગ્નેય અગ્નિહોત્રીએ મહાયજ્ઞને જીવંત રાખ્યો છે.

આ યજ્ઞ આ યુગમાં અશ્વમેધ યજ્ઞ સમાન પવિત્ર છે. અગ્નિહોત્રની ઉપાસના સંયમ અને સાધનાની છે, તેઓ પોતે નિત્ય અગ્નિસ્તોત્રનો પાઠ કરે છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભારતીય સંસ્કૃતિની પરંપરા યાદ કરી હતી. આ પ્રસંગે કલેકટર નૈમેષ દવે, ડીડીઓ હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પલ્મોનોલોજિસ્ટ ડો. પાર્થિવ મહેતા, સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડો. ભરત દવે સહિત અગ્નિહોત્રી પરિવારના સભ્યો, યજ્ઞમાં સંમિલિત ઉપાસકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories