સાબરકાંઠા : પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિરે પલ્લીમાં ઘી ચઢાવવાનો અનેરો મહિમા, શ્રદ્ધાળુઓ જોડાયા

ઘીથી તરબોળ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવામાં આવે છે. પૌરાણીક ઇતિહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિ વર્ષ પલ્લી નિકળે છે.

New Update

પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિર ખાતે આયોજન

નવરાત્રિ મહોત્સવમાં નોમ અવસરે પલ્લી મેળો યોજાયો

પ્રસ્થાન કરતી પલ્લીમાં ઘી ચઢાવવાનો અનેરો મહિમા

પ્રાંતિજ શહેરના વિવિધ વિસ્તારોમાં પલ્લી યાત્રા નીકળી

મોટી સંખ્યામાં ભાવિકો પલ્લીના દર્શનાર્થે ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિર પરિસરમાં નવરાત્રિ મહોત્સવમાં નોમના અવસરે પલ્લી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

એક લોક વાયકા પ્રમાણે ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા અને સાબરકાંઠા-પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બન્ને સગી બહેનો હોવાનું માનવામાં આવે છેઅને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી યાત્રા નિકળે છેઅહી 9 દિવસ ભક્તો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. નોમની રાત્રીએ અહી પલ્લી યોજાય છે.

જેમાં દર્શન કરવા ભક્તો ભીડ જમાવે છેઅને પલ્લીના દર્શનનો લાભ લે છે. ભક્તો અહી ઘી ચઢાવે છેઅને ઘીથી તરબોળ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવામાં આવે છે. પૌરાણીક ઇતિહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિ વર્ષ પલ્લી નિકળે છે.

આમ તો પહેલા રાજપુત સમાજ દ્વારા અહી પલ્લી યોજવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કોટલાય વર્ષોથી પટેલ સમાજ સહિત અન્ય સમાજ પલ્લી યોજે છે. એટલે અહી બાજુમાં આવેલ મઢ ખાતે પહેલા પલ્લી લઈ જવાય છેઅને ત્યાંથી પરત લાવવામાં આવે છે. પ્રાંતિજના બ્રહ્માણી માતાની પલ્લી ભક્તોમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે.

મધ્યરાત્રીએ પ્રસ્થાન કરતી પલ્લીમાં ભક્તો ઘી લઇને આવતા હોય છેઅને ભક્તો તે ઘીને પલ્લીમાં ચઢાવતાં હોય છેભક્તો અહી પશુ સહિતની અનેક  માનતા અને બાધા આખડીના રૂપે પણ અહી ઘી ચઢાવતાં હોય છે.

એટલું જ નહીંપ્રાંતિજની પલ્લીને માણવા અને દર્શન કરવા માટે ભક્તો અહી રાતભર પલ્લીની રાહ જોતા હોય છેઅને ભક્તો પલ્લીના દર્શન કરવા આતુરતાં દાખવતાં હોય છેજ્યારે પલ્લી નીકળે ત્યારે જય અંબેના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠે છે.

Latest Stories