ખેડબ્રહ્મા-અંબિકા માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી
વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી
માતાજીની મૂર્તિને રંગબેરંગી પુષ્પોથી સુશોભિત કરાય
મહાઆરતી, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
માતાજીના દર્શન કરી માઈભક્તોએ ધન્યતા અનુભવી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના પ્રાગટ્ય દિનની વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત જગત જનની મા અંબાના પ્રાગટ્ય દિવસની સાથે સાથે પોષ સુદ પૂનમ નિમિતે દર્શન કરવાનો માઈભક્તોમાં અનેરો મહિમા રહેલો છે. દૂર દૂરથી ભક્તો અહી આવી પવિત્ર દિવસે દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આ દિવસ માઈભક્તો માટે મહત્વનો દિવસ હોય છે.
કારણે કે, અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં સવારથી જ માતાજીના દર્શનની પહેલી એક ઝલક મેળવવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિરમાં માતાજીની મનોહર મૂર્તિને રંગબેરંગી સુગંધિત પુષ્પોથી સુશોભિત કરવામાં આવી હતી, અને પ્રાગટ્ય દિવસે માતાજીને 56 પ્રકારના અલગ અલગ પ્રસાદના ભોગ ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર મંદિરને ફૂલોના તોરણોના શણગારથી સજ્જ કરાયું હતું. દર્શને આવતા દર્શનાર્થીઓ માટે મંદિર પ્રશાસન તરફથી યોગ્ય અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે માઈભક્તો માતાજીને પ્રસાદ ધરાવીને દર્શન કરી ધન્યતાની અનુભૂતિ માણી હતી.