સાબરકાંઠા:આજે જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ, યુવતીઓ દ્વારા કરવામાં આવ્યુ વિશેષ પૂજન અર્ચન

જયા પાર્વતીનું વ્રત કરવાથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીનાં આર્શીવાદ પ્રાપ્ત મળે તેવી માન્યતા છે

સાબરકાંઠા:આજે જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ, યુવતીઓ દ્વારા કરવામાં આવ્યુ વિશેષ પૂજન અર્ચન
New Update

સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર મંદિરોમાં જયા પાર્વતી વ્રતના અંતિમ દિવસે પૂજા અને આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વ્રત કરનાર યુવતીઓ જોડાય હતી જયા પાર્વતી વ્રતએ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે.આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે.હિંમતનગર શહેરમાં વિવિધ મંદિરોમાં જયા પાર્વતી વ્રત કરનાર યુવતીઓ વહેલી સવારે જઈને પૂજા કરી હતી. ગોકલેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા ૨૦ વર્ષથી જયા પાર્વતી વ્રત અજિત શાસ્ત્રી દ્વારા કરાવવામાં આવે છે. આ વ્રત કરવાથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીનાં આર્શીવાદ પ્રાપ્ત મળે તેવી માન્યતા છે ત્યારે મોટી સંખ્યામાં યુવતીઓ આ વ્રત પૂજામાં જોડાય હતી

#Sabarkantha #Jaya Parvati Vrat #ગોકલેશ્વર મહાદેવ મંદિર #અખંડ સૌભાગ્યવતી #જયા પાર્વતી #જયા પાર્વતીનું વ્રત #GujaratConnect
Here are a few more articles:
Read the Next Article