સાબરકાંઠા : માત્ર 2 સેકન્ડમાં સરવાળા-બાદબાકીનો સાચો જવાબ લખતી યશસ્વીએ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં નામ રોશન કર્યુ

New Update
સાબરકાંઠા : માત્ર 2 સેકન્ડમાં સરવાળા-બાદબાકીનો સાચો જવાબ લખતી યશસ્વીએ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં નામ રોશન કર્યુ

ધો. 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશસ્વીની બુદ્ધિ ક્ષમતા

માત્ર 2 સેકન્ડમાં સરવાળા-બાદબાકીનો આપે છે સાચો જવાબ

પંજાબના જલંધરમાં યોજાયેલ સ્પર્ધામાં કર્યું છે નામ રોશન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ સૂર્યોદય બંગલોઝમાં રહેતી અને ધોરણ 4માં અભ્યાસ કરતી દિકરી યશસ્વી શાહ 4 આંકડાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ગણતરીની સેકન્ડોમાં કરી બતાવે છે. ગમે તેવા સરવાળા, બાદબાકીના દાખલા હોય તે ગણતરીની સેકન્ડોમાં ઉકેલી તેનો જવાબ આપે, ત્યારે સૌકોઇ અચંબિત થઇ જાય છે. બાળપણથી ખૂબ જ ભણવામાં હોશીયાર એવી આ દિકરી ગણિત વિષયમાં સારી એવી તાલીમ લઈ રહી છે. તાજેતરમાં પંજાબના જલંધર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પાંચમાં ક્રમે વિજેતા બની ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

જોકે, યશસ્વી શાહ માત્ર 2 સેકન્ડમાં સરવાળા, બાદબાકીનો સાચો જવાબ લખી આપે છે. તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ તેણે થર્ડ રનર અપની ટ્રોફી જીતી હતી. પરિવારની દિકરીની આ પ્રતિભા જોઇ તેણીના પિતા પંકજ શાહે વધુમાં જણાવ્યુ હતું કે, પંજાબના જલંધર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 6 હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં માત્ર 8 મીનીટમાં ડબલ ડિજીટવાળા 200 દાખલા ગણવાની સ્પર્ધામાં યશસ્વી શાહે 196 દાખલાઓનો ઉકેલ લાવી પાંચમો ક્રમ મેળવ્યો હતો. તેની પ્રતિભા જોઇને સ્પર્ધાના નિર્ણાયકો પણ ખુશ થઇ ગયા હતા, અને યશસ્વીને શુભકામનાઓ સાથે સમગ્ર વિશ્વ લેવલે ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી.

Latest Stories