Connect Gujarat
ધર્મ દર્શન 

“શિવોહમ” : મહાશિવરાત્રિ નિમિત્તે ભરૂચ-અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા...

જળાભિષેક, દુગ્ધાભિષેક અને પૂજન અર્ચન સહિત ભગવાન શિવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

X

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર પર્વ શિવરાત્રિ

ભરૂચ-અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં ઉજવણી

ભગવાન ભોળાનાથને રીઝવવા શિવભક્તોની મંદિરે કતાર

દુગ્ધાભિષેક, પૂજન સહિત શિવભક્તોએ કર્યા શિવજીના દર્શન

હર હર મહાદેવ નાદથી જિલ્લાભરના શિવાલયો ગુંજી ઉઠ્યા

આજે શિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી. એવું માનવામાં આવે છે કે, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રગટ થયા હતા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર પર્વ મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતના દ્રવ્યોથી અભિષેક કરે છે. આ સાથે જ લોકો બિલ્વપત્ર તેમજ ધતુરાના ફૂલ પણ શિવજીને અર્પણ કરે છે,

ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ ભક્તો ભોળાનાથને રીઝવવા મંદિરે પહોચ્યા હતા, જ્યાં જળાભિષેક, દુગ્ધાભિષેક અને પૂજન અર્ચન સહિત ભગવાન શિવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના દેવાલયોમાં ભક્તોએ શીશ નમાવ્યું હતું. તો બીજી તરફ, અંકલેશ્વરના ભડકોદ્રા સ્થિત કેદારનાથ મહાદેવ મંદિર, શાંતિનગર-1માં આવેલ શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે પણ મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

Next Story