Connect Gujarat
ધર્મ દર્શન 

શ્રાવણ માસ વિશેષ: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં આવેલ લંકેશ્વર અને દુધેશ્વર મહાદેવ મંદિરનો જાણો મહિમા

શ્રાવણ માસ વિશેષ: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં આવેલ લંકેશ્વર અને દુધેશ્વર મહાદેવ મંદિરનો જાણો મહિમા
X

શ્રાવણ માસમાં ભક્તો શિવાલયોમાં પુજા કરી ધન્યતા અનુભવતા હોય છે, આપણે ત્યાં રાજાશાહી વખતના શિવાલયો પણ જોવા મળે છે, કહેવાય છે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં શીતળાચોક પાછળ લંકેશ્વર અને દુધેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે.


આ શિવ મંદિર એક જ ઘૂમટ નીચે બે શિવલિંગ ધરાવે છે, આ પ્રાચીન મંદિરનું જીર્ણોદ્ધાર પોરબંદરના રાજા સુલતાનજીના વખતમાં દસનામી ગોસાઈજીએ કર્યો હતો, રાજાઓએ અનેક સ્થળોએ શિવ મંદિરોની સ્થાપના કરી હતી અને શિવ મંદિરોમાં રાજાઓએ ચાંદીના આભૂષણો અર્પણ કર્યાં હતા. જે પરંપરા હજુ પણ જળવાઈ રહી છે.


શ્રાવણમાસ દરમિયાન મામલતદાર કચેરીની તિજોરીમાં રાખેલા આભૂષણોને પોલિસ પ્રોટેક્શન સાથે અહી લાવવામાં આવે છે, અને સમગ્ર શ્રાવણ માહિનામાં રાત દિવસ પોલિસ જવાનો અહી પેરો રાખવામા આવે છે, જ્યારે શ્રાવણ માસ પુર્ણ થતાં આ આભૂષણ ફરીથી મામલતદાર કચેરીમાં સુપરત કરવામાં આવે છે, કહેવાય છે કે આ મંદિરની વિશેષતા એ પણ છે કે મંદિરના દ્વાર પર ઊભા રહો તો બંને શિવલિંગના દર્શન થાય છે.

અહી શ્રાવણ માસના સોમવારે થતી વિશેષ પુજામાં ભક્તો દૂર દૂરથી ભક્તો આવે છે, કહેવાય છે કે રાજારજવાડોએ અર્પણ કરેલા આભૂષણો કિમતી હોવાથી સુરક્ષા માટે પૂરતી પોલિસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.



Next Story