/connect-gujarat/media/media_files/2025/11/12/shriramcharit-manas-katha-2025-11-12-17-45-53.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી નજીક વર્ણી હોમ્સ ખાતે શ્રી રામચરિત માનસ કથા દરમ્યાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/12/ramcharit-manas-katha-2025-11-12-17-46-17.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી વિસ્તાર સ્થિત વર્ણી હોમ્સ ખાતે કિશન મહારાજ અને સ્થાનિકોના સહયોગથી શ્રી રામચરિત માનસ કથાનું સાર્વજનિક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 9 દિવસ સુધી આયોજિત શ્રી રામચરિત માનસ કથા દરમ્યાન શ્રી રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રા, સત્સંગ-કીર્તન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સોસાયટીના રહીશોએ ભક્તિમય વાતાવરણમાં “રામ” નામનું સુમિરન કર્યું હતું.