New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજન
સોનલ બીજની કરાય ઉજવણી
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, ભક્તોએ આપી હાજરી
ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા સતત ૨૭માં વર્ષે આઈ સોનલ માતાજીના ૧૦૨માં જન્મ દીનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના ૧૦૨માં જન્મદિવસ સોનલ બીજની ઉજવણી રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે માતાજીની સ્તુતિ આરતી અને આરાધના, સંતવાણી અને ભોજન પ્રસાદી સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે અજય સિંહ રણા, તૃપ્તિ જાની,પ્રમુખ રમેશ દાન બાટી,ભૂપેન્દ્ર ગઢવી, ડો. હસમુખ ગઢવી,ખોડીદાન ગઢવી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ડાયરામાં સોનલ ગઢવી દ્વારા માતાજીના ગરબા, ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.
Latest Stories