Connect Gujarat
ધર્મ દર્શન 

સોનલ ધામ મઢડા ખાતે માં સોનલની જન્મ શતાબ્દી મહોત્સવમાં રાજકીય સહિત લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું

X

સોનલ ધામ મઢડા ખાતે માં સોનલની જન્મ શતાબ્દી મહોત્સવ

સોનલધામ મઢડા ખાતે લાખોની સંખ્યામાં માંઇ ભક્તો ઉમટ્યા

પીએમ નરેન્દ્ર મોદી સોનલધામ મઢડા ખાતે વર્ચ્યુલી જોડાયા હતા

સોનલમાએ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું

700 વીઘા જમીનમાં કરાયું છે જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન

જુનાગઢ નજીક સોનલ ધામ મઢડા ખાતે સોનલ મા ના જન્મને 100 વર્ષ પૂર્ણ થયા છે .જેને લઇ સોનલધામ મઢડા ખાતે સોનલ જન્મ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. જ્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ આ ત્રિદિવસીય મહોત્સવનો લાભ લઇ રહ્યું છે. તારીખ 11 જાન્યુ 13 જાન્યુ સુધી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મઢડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનલધામ મઢડા ખાતે વર્ચ્યુલી જોડાયા હતા.આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ ,ધારાસભ્યો ,સાંસદ ગુજરાતના રાજવીઓ અને વહીવટી તંત્ર અને મહાનુભાવો મઢડા ખાતે આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. સોનલ મા એ પોતાના જીવનમાં શિક્ષણ, સેવા અને વ્યસન મુક્તિને ખૂબ જ મહત્વ આપ્યું છે. ગામેગામ પ્રવાસ કરી સોનલ માએ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. ત્યારે આ જન્મ શતાબ્દી મહોત્સવમાં આજે અઢારે વરણ માતાજીના દર્શને આવે છે અને ભક્તો સોનલ માના મંદિરે માથું ટેકાવી ધન્યતા અનુભવે છે..

જાન્યુઆરી 11 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સવારથી લઈ સાંજ સુધી સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારો ભજન સંતવાણીની રમઝટ બોલાવે છે. આ ત્રિ દિવસીય મહોત્સવમાં દિવસના સમયે ગુજરાતના પ્રસિદ્ધ ગાયકો રાસની રમઝટ બોલાવે છે અને ભક્તો માં સોનલના ગુણલા ગાઈ ધન્યતા અનુભવે છે.

આ પ્રસંગે પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે મઢડા ખાતે સોનલ મા ના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચારણ સમાજએ વિશિષ્ઠ કુદરતી વરદાન પ્રાપ્ત કરનારો સમાજ છે. પોતાની પરંપરાઓને અનોખી રીતે પુજતો ચારણ સમાજ છે..કલા સાધના અને વિધવિધતા અને શોર્યતા ધરાવતો આ સમાજ છે. આ ચારણ સમાજનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે. ચારણ સમાજમાં ખાસ કરીને માતૃશક્તિની ઉપાસના ની ખાસ પરંપરા છે. આઈઓ અને શક્તિઓને જન્મ આપનારો સમાજ એ ચારણ સમાજ છે. સોનલ મા એ ચારણ સમાજના શિક્ષણ, વ્યશનની જાગૃતિ માટે ખૂબ અનેરા કાર્યો કર્યા છે.

સોનલ મા એ કીધું હતું કે "ત્રિશૂળ લઈ ભિખ માંગવા કરતા ત્રિશુળથી પેટ ફોડી નાખવું સારું". સોનલમાં ભિક્ષાવૃત્તિના સખત વિરોધી હતા. સોનલ મા એ પોતાના વિચારો મૂકી સમાજને આત્મ નિર્ભર બનાવવા માટેનો પ્રબળ પુરુષાર્થ અને પ્રવાસ કર્યો છે. સોનલ મા એ પોતાની વાતો અને વિચારો લઈ સમાજ માટે કચ્છમાં 13 વખત પ્રવાસ કર્યો હતો..

Next Story