ભરૂચ: હિંદુ શત્રુબોધ અને ઇસ્લામ વિષય પર ખાસ અધ્યયન કાર્યક્રમ યોજાયો,આચાર્ય અંકુર આર્યએ આપ્યું માર્ગદર્શન

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આચાર્ય અંકુર આર્યએ ઉપસ્થિત રહી હિંદુ સમાજની પરંપરા, સંસ્કૃતિનું તત્ત્વજ્ઞાન અને ઇસ્લામના વિવિધ પાસાંઓ પર  પ્રવચન આપ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જેપી કોલેજ ખાતે આયોજન કરાયું

  • હિન્દૂ શત્રુબોધ વિષય પર અધ્યયન કાર્યક્રમ યોજાયો

  • આચાર્ય અંકુર આર્યએ આપ્યું માર્ગદર્શન

  • હિન્દૂ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની અખિલ ભારતીય સંત સમિતિ અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હિંદુ શત્રુબોધ અને ઇસ્લામ વિષય પર ખાસ અધ્યયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં પ્રથમવાર આચાર્ય અંકુર આર્ય દ્વારા હિંદુ શત્રુબોધ અને ઇસ્લામ વિષય પર ખાસ અધ્યયન કાર્યક્રમ યોજાયો.પરમ પૂજ્ય શ્રી ચક્રધર સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે ભરૂચની જે.પી.કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડીટોરિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આચાર્ય અંકુર આર્યએ ઉપસ્થિત રહી હિંદુ સમાજની પરંપરા, સંસ્કૃતિનું તત્ત્વજ્ઞાન અને ઇસ્લામના વિવિધ પાસાંઓ પર  પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે  મહામંડલેશ્વર રાજરાજેશ્વરાનંદગીરીજી મહારાજ,હિન્દૂ સનાગઠનોના આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંત સમિતિ, ભરૂચ અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.
Latest Stories