સુરેન્દ્રનગર : તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજાનું આર્કષણ, આ વર્ષે ધ્વજામાં છે 139 શિવ ચિત્રો

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે શિવજીના પુજનઅર્ચનનું અદકેરૂ મહત્વ છે.

New Update
સુરેન્દ્રનગર : તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજાનું આર્કષણ, આ વર્ષે ધ્વજામાં છે 139 શિવ ચિત્રો

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે શિવજીના પુજનઅર્ચનનું અદકેરૂ મહત્વ છે. આજે અમે તમને જણાવીશું સુરેન્દ્રનગરના દરજી પરિવારની કે જેમના હાથે બનેલી ધ્વજા તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનો મેળો પ્રતિવર્ષ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિદયમાં યોજાય છે. પરંતુ છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારીને પગલે મેળો બંધ રહે છે.પરંતુ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.આ મંદિર પર ચડાવવામાં આવતી બાવન ગજની ધ્વજા સુરેન્દ્રનગરના દરજી પરિવાર દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી નિઃશુલ્ક બનાવી પરંપરા મુજબ પાળીયાદ મંદિરના મહંતને અર્પણ કરવામાં આવે છે.પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષેપણ આ ધ્વજા બનાવવામાં આવી છે. ધ્વજાની કુલ લંબાઈ ૧૪૦૪ ઇંચ છે જેને બનાવતા અંદાજે ૨૨ દિવસનો સમય લાગ્યો છે ૧૩૯ શિવજીના ચિત્ર તેમજ ૧ ઓમનો સમાવેશ ધ્વજામાં કરવામાં આવ્યો છે. દર વર્ષે ધ્વજાની ડીઝાઇન અલગ અલગ રાખવામાં આવે છે.

Latest Stories