રાજકોટમાં આજે યોજાશે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

New Update
રાજકોટમાં આજે યોજાશે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

રાજકોટમાં આજે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આજે સાંજે રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારમાં આવતા ભક્તો માટે 12 સ્થળે પાકિંગ બનાવવામાં આવ્યા છે. તે સિવાય દિવ્ય દરબામાં 10 એન્ટ્રી ગેટ ઉભા કરવામાં આવ્યા છે. તે સિવાય ત્રણ હજાર સ્વયંસેવકની ટીમો પણ તૈનાત રહેશે.

આયોજકોનો દાવો છે કે એક લાખ લોકો કાર્યક્રમમાં આવે તેવી સંભાવના છે. વી.આઈ પી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે આવેલા બાઉન્સર અને આયોજકોએ રાખેલા સ્થાનિક બાઉન્સર વચ્ચે મારામારીની ઘટના બની હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે સ્થાનિક બાઉન્સરને મુક્કો માર્યો હતો. જેને લઈને થોડીવાર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ખાસ વાત છે કે, રાજકોટના રેસકોર્સમાં દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ માટે અહીં 12 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા અને 12 દરવાજામાંથી ભક્તોને એન્ટ્રી આપવામાં આવશે. સીનિયર સીટીઝન માટે 25000 ખુરશીઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, 1250થી વધુ કાર્યકરોની ફોજ આ માટે સતત કામે લાગી છે. એટલુ જ નહીં અહીં દિવ્ય દરબારમાં વિનામૂલ્ય પાણી, ચા, નાસ્તો, છાશ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસ, કોર્પૉરેશન, કલેક્ટર, વીજતંત્ર સહિતના વિવિધ સરકારી તંત્ર પણ સેવામાં ખડેપગે થઇ ગયા છે.

Latest Stories