દ્વારકા : દ્વારકાધીશ મંદિરનો 24 કેરેટ સોનાના વરખથી સુશોભિત મુખ્ય દ્વાર ભક્તોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને હવે 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી હંમેશા સોના-ચાંદી અને રત્નોના આભૂષણો ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે

New Update
  • દ્વારકાધીશના મંદિરની શોભામાં વૃદ્ધિ

  • મુખ્ય પ્રવેશદ્વારને સોનાના વરખથી મઢવામાં આવ્યો

  • ગાંધીનગરના શ્રદ્ધાળુએ પ્રવેશદ્વારને સોનાથી મઢ્યો

  • પોતાની માતાની ઈચ્છાને પૂર્ણ કરતો પુત્ર

  • સોનાનો પ્રવેશ દ્વારા ભક્તોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

કળિયુગના કાળિયા ઠાકોરની સુવર્ણ દ્વારકા તરીકે ઓળખાતી દ્વારકા નગરીમાં એક ભક્તિમય માહોલ બન્યો છે. ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને હવે 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢવામાં આવ્યો છે.

ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી હંમેશા સોના-ચાંદી અને રત્નોના આભૂષણો ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. આ જ પરંપરામાંગાંધીનગરના નિવાસી રવિન્દ્ર  છોટાલાલ ત્રિવેદીએ એક અનોખું યોગદાન આપ્યું છે. તેમણે ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય કપાટને 24 કેરેટ શુદ્ધ સોનાના વરખથી મઢાવી આપ્યા છે.

રવિન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસારઆ કાર્ય પાછળ તેમના માતાશ્રીની એક પવિત્ર ઈચ્છા હતી. તેમના માતાશ્રી ઈચ્છતા હતા કે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વારને 24 કેરેટ સોનાના વરખથી સુશોભિત કરવામાં આવે. પુત્ર તરીકેરવિન્દ્રએ તેમની માતાની આ ઈચ્છા પૂરી કરી છેજે ખરેખર પ્રશંસનીય છે. આ સુવર્ણ દ્વાર હવે દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે એક નવું આકર્ષણ બનશે અને ભક્તિભાવમાં વૃદ્ધિ કરશે.