ગુજરાત રાજ્યમાં માત્ર 2 સ્થળોએ યોજતો પલ્લી મેળો
ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં મેળો
પાંડવોના સમયની પ્રથા આજે પણ યથાવત જોવા મળી
બ્રહ્માણી માતાના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું
હજારો ભક્તોએ હજારો મણ ધીનો ભવ્ય અભિષેક કર્યો
ગુજરાતમાં માત્ર 2 સ્થળ ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પલ્લી મેળો ભરાય છે, ત્યારે પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માઇભકતોનું મહેરામણ ઉમટી પડ્યું હતું.
પાંડવોના સમયની ચાલી આવેલી પ્રથા આજે યંત્ર યુગમાં પણ યથાવત રહી છે. ગુજરાતમાં માત્ર 2 સ્થળ એટલે કે, ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પલ્લી મેળો ભરાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લી મેળો ભરાય છે. આઠમના રોજ પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માઇભકતોનું મહેરામણ ઉમટી પડ્યું હતું.
બ્રહ્માણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભકતો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ધી ચડાવવા માટે મંદિરના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતાં, અને ધીનો વરસાદ વરસ્યો હતો. પટેલ વાસના યુવાનો દ્વારા દર વર્ષની જેમ પલ્લી બનાવીને પ્રગટાવવામાં આવી હતી.
પાલખી સ્વરૂપે પલ્લીને બ્રહ્માણી ચોકમાં ધુમાવવામાં આવી, ત્યારે આતશબાજી અને ફુલોના વરસાદ સાથે વાતાવરણ ‘જય અંબે’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. પ્રાંતિજ સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા માઇભકતોએ દર્શન સાથે મેળામાં આનંદ માણ્યો હતો. તો બીજી તરફ, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.