Connect Gujarat
ધર્મ દર્શન 

જમીનથી 70 ફૂટ નીચે આવેલું છે શિવલિંગ, વર્ષમાં અમુક કલાક જ થાય છે આ શિવલિંગના દર્શન, જાણો શું છે રહસ્ય....

દેશભરમાં એવા ઘણા મંદિરો આવેલા છે. જ્યાં નાગદેવતાની પૂજા થાય છે. આવું જ એક તીર્થ છે કારકોટક નાગતીર્થ. આ ખુબજ પ્રાચીન મંદિર છે

જમીનથી 70 ફૂટ નીચે આવેલું છે શિવલિંગ, વર્ષમાં અમુક કલાક જ થાય છે આ શિવલિંગના દર્શન, જાણો શું છે રહસ્ય....
X

દેશભરમાં એવા ઘણા મંદિરો આવેલા છે. જ્યાં નાગદેવતાની પૂજા થાય છે. આવું જ એક તીર્થ છે કારકોટક નાગતીર્થ. આ ખુબજ પ્રાચીન મંદિર છે જ્યાં ભગવાન શિવની પુજા થાય છે. આ શિવ નાગેશ્વર કહેવાય છે. જે નાગનો સ્વામી છે. આ મંદિરનો જીર્ણોધાર 3000 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. જેના પરથી આજે અંદાજ લગાવી શકીએ કે આ મંદિર કેટલું જૂનું છે.

ભગવાન ભોલેનાથની નગરી બનારસમાં અનેક રહસ્યમય વસ્તુઓ મળે છે. કાશીના જેતપુરામાં આવોજ એક રહસ્યમય કૂવો નાગકૃપ આવેલો છે. આ કૂવાને કારકોટક નાગ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. આ નાગ કુંડને નાગલોકનો દરવાજો પણ કહે છે. પૂરાણ અને શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ કૂવાની વાત કરીએ તો આ કૂવો કેટલો ઊંડો છે તે આજ દિન સુધી કોઈ જાની શક્યું નથી પરંતુ કહેવાય છે કે આ કૂવાની અંદર 7 કૂવાઓ છે. જેના દ્વારા કોઈ સીધો પાતાળ લોક કે નાગ લોક જય શકે છે. આ કૂવાના માત્ર દર્શન કરવાથી કાલસર્પ દોસ દૂર થાય છે. 3000 વર્ષ જૂના કૂવામાં આજે પણ સાપ રહે છે. નાગ કુંડની અંદર એક કૂવો છે ત્યાં આજે પણ સાપ રહે છે. નગકુંડની અંદર એક શિવલિંગ આવેલું છે. આ શિવલિંગ નાગેશ તરીકે ઓળખાય છે. આ શિવલિંગ આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે અને નાગપંચમી પહેલા કુંડનું પાણી બહાર કાઢીને શિવલિંગને શણગારવામાં આવે છે. જો કે થોડા જ કલાકોમાં પાણી પાછું ભરાય જાય છે. કહેવાય છે કે આજે પણ અહીં સાપનો વાસ છે.

Next Story