ભરૂચ શિવભકત મિત્ર મંડળની કાવડ યાત્રાથી વાતાવરણમાં ગુંજ્યો શિવનો નાદ

111 કાવડ ભક્તોએ નર્મદાજીના પવિત્ર જળથી મહાદેવના જળાભિષેક સાથે યાત્રા પૂર્ણ કરી હતી. આ કાવડ યાત્રાનો આયોજન ભરૂચના શિવ ભગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.કાવડીયાના ગગનચુંબી નાદથી સમગ્ર વાતાવરણમાં શિવ નામની ગુંજ પ્રસરી ગઈ હતી.

New Update

ભરૂચમાં શિવભકત મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રા યોજાઈ

નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી યોજાઈ કાવડ યાત્રા 

111 શિવભક્ત કાવડીયા જોડાયા યાત્રામાં

નર્મદા નદીના જળ થી રામેશ્વર મહાદેવનો કર્યો જળાભિષેક

કાવડીયાના શિવ નાદથી વાતાવરણ શિવમય બન્યું   

ભરૂચના શિવભક્ત મિત્ર મંડળ દ્વારા  શ્રાવણ માસ અંતર્ગત કાવડ યાત્રાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાવડીયાઓના શિવ નાદ થી વાતાવરણ શિવમય બની ગયું હતું.
ભરૂચના શિવભક્ત મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ અંતર્ગત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રા નીલકંઠ મહાદેવ મંદિર થી તુલસીધામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર સુધી કાઢવામાં આવી હતી. જેમાં 111 કાવડ ભક્તોએ નર્મદાજીના પવિત્ર જળથી મહાદેવના જળાભિષેક સાથે યાત્રા પૂર્ણ કરી હતી. આ કાવડ યાત્રાનો આયોજન ભરૂચના શિવ ભગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.કાવડીયાના ગગનચુંબી નાદથી સમગ્ર વાતાવરણમાં શિવ નામની ગુંજ પ્રસરી ગઈ હતી.
Latest Stories