/connect-gujarat/media/media_files/2025/09/22/bharhmcharini-2025-09-22-12-57-50.jpg)
આજે નવરાત્રિના મહાપર્વનો બીજો દિવસ છે.
મહાપર્વ નવરાત્રિનું બીજું નોરતું મા બ્રહ્મચારિણીને સમર્પિત છે. જો બ્રહ્મચારિણીના અર્થની વાત કરીએ તો, બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણી. એટલે કે તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી.
કહેવાય છે કે, માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું પ્રતિક છે. મા બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ મા બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.
મા બ્રહ્મચારિણી જે શાંત અને તપ કરનારા દેવી છે. તેમની તપસ્યાના કારણે તેમના મુખ પર અદભૂત તેજ અને કાંતિના દર્શન થાય છે. માતા બ્રહ્મચારિણીના અનેક નામો છે. જેમ કે, તપશ્ચારિણી, અપર્ણા, ઉમા વગેરે નામોથી તેમને ઓળખાય છે. આજે નવરાત્રિનો બીજો દિવસ છે ત્યારે માતા સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં સાધક બ્રહ્મચારિણીની કૃપા અને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી શકે છે.
શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યાભર્યું આચરણ સમાયેલું છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે. તેમના જમણા હાથમાં જપની માળાઅને ડાબા હાથમાં કમંડળ હોય છે. તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે, સાથે જ વિચારેલાં બધાં જ કામ પૂરાં કરવાની પ્રેરણા મળે છે.