Connect Gujarat
ધર્મ દર્શન 

આજે ધનતેરસ, જાણો ધનલક્ષ્મીની પુજનવિધિ અને ખરીદી માટેનો શુભ સમય...

ધનતેરસ એ હિંદુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે, જે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવવામાં આવે છે

આજે ધનતેરસ, જાણો ધનલક્ષ્મીની પુજનવિધિ અને ખરીદી માટેનો શુભ સમય...
X

આજે ધનતેરસ.. ધનતેરસ એ હિંદુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે, જે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. તેઓ તેમના ઘરની બહાર દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે નવા વાસણો, સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.

ધનતેરસ 2023 શુભ મુહૂર્ત

ઉદયતિથિ અનુસાર 10 નવેમ્બર એટલે કે આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ધનતેરસની ત્રયોદશી તિથિ 10 નવેમ્બર એટલે કે આજે બપોરે 12.35 કલાકે શરૂ થઈ રહી છે અને આ તિથિ 11મી નવેમ્બરે એટલે કે આવતીકાલે બપોરે 1.57 કલાકે પૂરી થશે.

ધનતેરસ 2023 પૂજાનો સમય

આજે ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:47 થી 7:43 સુધીનો રહેશે. જેનો સમયગાળો 1 કલાક 56 મિનિટનો રહેશે.

પ્રદોષ કાલ- સાંજે 05:30 થી શરૂ થઈને 08:08 સુધી ચાલુ રહેશે.

ખરીદી માટે શુભ મુહૂર્ત

અભિજીત મુહૂર્ત- 10મી નવેમ્બર એટલે કે આજે ધનતેરસના દિવસે સવારે 11.43 થી 12.26 સુધી. આ સૌથી શુભ મુહૂર્ત છે.

શુભ ચોઘડિયા- ખરીદી માટેનો બીજો સમય સવારે 11.59 થી બપોરે 1.22 સુધીનો છે. ખરીદી માટેનો ત્રીજો શુભ સમય આજે સાંજે 4.07 થી 5:30 સુધીનો રહેશે.

ધનતેરસ પૂજનવિધિ

ધનતેરસના દિવસે સાંજે ઉત્તર દિશા તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરવી જોઈએ. બંનેની સામે એક-એક મુખવાળો ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ધન્વંતરીને પીળી મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન "ધન્વંતરી સ્તોત્ર" નો પાઠ કરો. પૂજા પછી કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને દિવાળી પર પૂજા સ્થાન પર સ્થાપિત કરો.

Next Story