Connect Gujarat
ધર્મ દર્શન 

આજે કાળી ચૌદસ, ત્યારે જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંતકથા....

આજે કાળી ચૌદસ, ત્યારે જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંતકથા....
X

દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસના તહેવારને ઉજ્વવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે મહાકાળી માતા ની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. તંત્ર, મંત્ર, ટોટકા અને કાળી વિદ્યાઓ અને તેની ઉપાસના કરવા માટે પણ કાળી ચૌદસ ની રાત સંયોગ ની રાત હોય છે.

કાળી ચૌદસનું મહત્વ

કાળી ચૌદસ નો દિવસ એ મહાકાળી માતા ના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કાળી ચૌદસ ને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ ના દિવસે મહાકાળી માતા ની પૂજા કરવા માં આવતી હોય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કાળી ચૌદસ પર સૂર્યોદય પહેલા જાગે અને સરસોના તેલના લેપથી સ્નાન કરે તો તેના તમામ રોગો, પાપો અને દુ:ખો દૂર થાય છે. જે આ કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તેના સમસ્ત સાંસારીક દુ:ખો દૂર થાય છે. કેટલાક પુરાણોમાં એવું પણ લખ્યું છે કે આ દિવસે સરસોના તેલનો લેપ લગાવવાથી સુંદરતા પણ પ્રાપ્ત થાય છે.

કાળી ચૌદસ ને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે યમરાજ ને પણ એક દીવો કરવામાં આવે છે જેને યમ દીપક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ને પણ મૃત્યુ ક્યારે થવાનું છે તેના વિશે ની જાણકારી હોતી નથી પરંતુ કોઈપણ વ્યક્તિ તેનું અકાળે અવસાન ના થાય તેના માટે યમરાજ ને સમક્ષ દીપ પ્રગટાવી ને પ્રાથના કરવા માં આવે છે.

કાળી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નો વધ પણ આ દિવસે જ કર્યો હતો. અન્ય એક કથા અનુસાર નરકાસુર ને બ્રહ્માજી પાસે થી વરદાન પ્રાપ્ત થયેલું હતું કે તે માત્ર સ્ત્રીના હાથ થી જ મૃત્યુ પામશે આ કારણે થી નરકાસુર ના વધ માટે ભગવાન શ્રીકૃષ્ણ એ તેમના પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. જેના કારણે થી આ દિવસને નરકા ચતુર્દસી અથવા નરક ચતુર્દસી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.

Next Story