વડોદરા: બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો,વકીલને મળવા આવ્યો ને પકડ્યો તેવો પોલીસનો દાવો

New Update
વડોદરા: બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો,વકીલને મળવા આવ્યો ને પકડ્યો તેવો પોલીસનો દાવો

વડોદરાના હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું હતું. આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો.. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે.

વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.