Connect Gujarat
ધર્મ દર્શન 

કૈલાશ માનસરોવરના માનસ શક્તિપીઠનું શું છે મહત્વ,વાંચો આ અહેવાલમાં

કૈલાશ માનસરોવરના માનસ શક્તિપીઠનું શું છે મહત્વ,વાંચો આ અહેવાલમાં
X

જ્યારે કોઈ સૃષ્ટિ ન હતી, ચારેયબાજુ અંધકાર હતો ત્યારે આ દેવીએ પોતાની રમૂજથી સૃષ્ટિની રચના કરી હતી, તેથી જ તેને આદિ સ્વરૂપ અથવા બ્રહ્માંડની આદિશક્તિ પણ કહેવામાં આવે છે.

એટ્લે જ કહેવાય છે કે પૃથ્વી પેલા છે.તારો વાસ જુગ પેલા જન્મી તું જોગણી, જ્યારે નોતો સૂર્ય કે નોતો ચંદ્રમા તેથી પેલા છે, તારો વાસ જુગ પેલા જન્મી તું જોગણી.



વાત કરીયે કૈલાશ માનસરોવરના માનસ શક્તિપીઠ વિષે, હિન્દુઓ માટે કૈલાશ શિવનું શિહાસન છે, બૌદ્ધ માટે વિશાળ પ્રાકૃતિક મંડળ, અને જૈન માટે વિષભ્યોના નિર્માણ માટેનું સ્થળ છે, હિન્દુ અને બૌદ્ધ બંને અને તાંત્રિક શક્તિઓનો ભંડાર મને છે, ભલે આ ભૌગલિક દ્રષ્ટિથી આ ચીનના ભાગમાં છે, પરંતુ જ્યારે હિન્દુઓ, જૈન, બૌદ્ધ અને તિબેટો માટે આ ઐતિહાસિક સ્થળ છે, દેવી માઁનું શક્તિપીઠ ચીન અધિકૃત માનસરોવરના તટે આવેલું છે, જ્યાં સતીની જમણી હથેળી પડી હતી, અહીની શક્તિ દક્ષયાણી તથા ભૈરવ અમર છે, કૈલાશ શક્તિપીઠ માનસરોવરનું વર્ણન હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં મળે છે.


વાલ્મીકિ રામાયણ અનુસાર આ બ્રમ્હાના મનથી નિર્મિત હોવાને કારણે માનસરોવર કહેવામાં આવ્યું છે, અહી સ્વયંમ શિવ હંસ રૂપમાં વિહાર કરે છે, જૈન ધર્મગ્રંથમાં કૈલાશને અષ્ટપથ તથા માનસરોવરને પ્દ્મહત કહેવામાં આવ્યું છે, અને અહી અનેક તીર્થકરોએ તપસ્યા કરી હતી, બુદ્ધજન્મનો માનસરોવર સાથે સંબંધ જોડાયેલો છે, તિબટી ધર્મ ગ્રંથ કાંગરીકશ્કમાં માનસરોવરની દેવી દુર્જે ફાર્મોગા અહી સ્થાન બતાવ્યુ છે, અહી ભગવાન દેવી દિમ્ચુર્ગ ફાર્મોની સાથે નિત્ય વિહાર કરે છે, અને આ ગ્રંથમાં માનસરોવરને ઈસફોમો કહેવામા આવે છે, એના પાછળ માન્યતા છે કે ભારતથી એક મોટી માછલી આવી એ સરોવરમાં છ્બધ્વનિ કરતી પવેશ થઈ ત્યારથી એનું નામ ઈસફોમ પડ્યું.



માનસરોવરની પાસે રાક્ષસ સ્થળ છે, રાવણ સ્થળ પણ કહેવાય છે, માનસરોવરનું જળ એક નાની નદી દ્વારા રાક્ષસ સ્થળ પર જાય છે, તિબેટો તેને લંકસ્તુ એટ્લે કે રાક્ષસનદી કહે છે, કથા અનુસાર રાવણ એક વાર અષ્ઠપથની યાત્રા માટે આવ્યા ત્યારે તેને ત્યાં સ્નાન કરવાનું અને રહેવાનુ વિચાર્યું પરંતુ દેવતાઓએ તેને રોક્યા ત્યારે લંકાપતિ રાવણે એક તળાવનું નિર્માણ કર્યું અને માનસરોવરની ધારા ત્યાં લઈ આવ્યા અને ત્યાં સ્નાન કર્યું, માનસરોવરની યાત્રા બહુ મુશ્કેલ છે, માટે પહેલા રજીસ્ટ્રેસન કરાવવું અને ચીનની પરવાનગી લેવી પડે છે, ઉત્તરાખંડથી કાઠગોદામ રેલ્વે સ્ટેશનથી બસ દ્વારા અલમોડાથી પિથોરાગઢ જઇ શકાય છે.



Next Story