Connect Gujarat
ધર્મ દર્શન 

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ શક્તિપીઠ શર્કરારનું શું છે મહત્વ,વાંચો આ અહેવાલમાં

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ શક્તિપીઠ શર્કરારનું શું છે મહત્વ,વાંચો આ અહેવાલમાં
X

માઁ આધ્યાશક્તિનો પુજાનો મહાન તહેવાર એટ્લે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઈ ગઈ છે, અને 23મી ઓક્ટોબર સુધી ચાલશે, 24મી એ દશેરાની ઉજવણી કરવામાં આવશે, નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા માટે ઉપવાસ, પૂજા અને મંત્રોના જપ કરવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની સાથે મહાકાળી, મહાલક્ષ્મી અને દેવી સરસ્વતીની પુજા કરવામાં આવે છે, કહેવાય છે કે 3 નવરાત્રી માઁ કાળી, 3 નવરાત્રી, માઁ મહાલક્ષ્મી અને 3 નવરાત્રી માઁ સરસ્વતીના હોય છે, બ્રમ્હા, વિષ્ણુ અને મહેશની દ્વારા શક્તિ દ્વારા ઉત્પન્ન થયેલી માઁ જગત જનની જગદંબા એક દિવ્ય શક્તિની પુજા આરાધનાનો પર્વ, તેના અલગ અલગ સ્વરૂપો કાઇંક દર્શાવે છે.


કહેવાય છે ને કે ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે, ભક્તો આ મહાન નવરાત્રી દરમિયાન વિષેશ પૂજા, આરાધના કરતાં હોય છે, આ નવરાત્રી દરમિયા શક્તિપિઠોનું મહત્વ રહેલું છે જે સમગ્ર ભારતભરમાં છે, ત્યારે એક એવા શક્તિપીઠ વિષે જણાવીએ કે જ્યાં માતાજી નેત્ર પડ્યા હતા.

વાત કરીયે કોલ્હાપુરમાં બિરાજમાન કરવીર શક્તિપીઠ , શર્કરાર શક્તિપીઠની આ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલું છે, પાંચ નદીઓના સંગમ પંચ ગંગા તટ પર આવેલું કોલ્હાપુર પ્રાચીન મંદિરોની નગરી છે, મહાલક્ષ્મી મંદિર ત્યાંનું શર્વાધિક મહત્વપૂર્ણ મંદિર છે, જ્યાં ત્રણ શક્તિઓની પણ મૂર્તિઓ છે, મહાલક્ષ્મી માતાના નિજ મંદિરના આગળના ભાગ પર શિવલિંગ અને નદીનું મંદિર આવેલું છે તથા વૈન્કટેશ્વર, કાત્યાયની અને ગૌરીશંકર પણ બિરાજમન છે, આ પરિષરમાં અનેક મૂર્તિઓ છે, પ્રાંગણમાં માણિકર્ણિકા કુંડ આવેલો છે, જેના કિનારે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.




ઉલ્લેખનીય છે કે વર્તમાન કોલ્હાપુર પ્રાણ પ્રસિદ્ધ છે, કરવીરક્ષેત્ર છે, આનો ઉલ્લેખ શ્રીમત ભાગવત પુરાણમાં કરેલો છે, કોલ્હાપુર પુરાણા ઐતિહાસિક રાજમહેલ પાસે ખજાના ઘરની પાછળ દેવી મહાલક્ષ્મીનું વિશાળ મંદિર આવેલું છે, જેને અંબાજી મંદિર પણ કહે છે, આ મદિરના સ્થાનમાં મહાલક્ષ્મીનું નિજ મંદિર આવેલું છે, મંદિરનો પ્રધાન ભાગ નીલા પથ્થરોથી નિર્માણ કરેલું છે, ત્યાં પાસે પદ્મસરોવર, કાશીતીર્થ, મણીકર્ણિકા તીર્થ, કાશી વિશ્વનાથ મંદિર, જગન્નાથ મંદિર પણ આવેલું છે.

Fwd: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ શક્તિપીઠ શર્કરારનું શું છે મહત્વ,વાંચો આ અહેવાલમાં

અહીનું મહાલક્ષ્મી મંદિર જ શક્તિપીઠ છે, જ્યાં તંત્ર ચૂડામણિ અનુસાર સતીના ત્રણ નેત્રો અહી પડ્યા હતા, અહીની શક્તિ મહિષાસૂર મર્દીની તથા ભૈરવ ક્રોધીસ છે, અહી મહાલક્ષ્મીનું નિજ નિવાસ માનવમાં આવે છે, પુરાણો અનુસાર કરાશદેશના વચ્ચે શ્રી લક્ષ્મી નિર્મિત પાંચ કોષનું કરવીર ક્ષેત્ર છે, જેના દર્શન માત્રથી બધા પાપો દૂર થઈ જાય છે, દેવીની મુર્તિ હીરા મિશ્રિત રત્નશીલાનું સ્વયંભુ અને ચમકેલું છે, બહુ વર્ષો અને અતિ પ્રાચિન હોવાથી પ્રતિમા ઘસાઈ ગઈ છે, ઇ.સ. 1954માં કલ્પોત વિધિથી મુર્તિમાં વ્રજલેપ, અષ્ઠ, વ્ંધાતિ સંસ્કાર કરવાથી તરત મુર્તિ સ્પસ્ટ દેખાવા લાગી ચતુર્ભુજી માતાજીનાં હાથમાં ગદા, ઢાલ, પાનપત્ર, તથા માથા પર નાગલીગ યોનિ છે, આનો ઉલ્લેખ માર્કન્ડેપુરાણમાં દેવીનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

Next Story