Connect Gujarat
ધર્મ દર્શન 

વિશ્વનું સૌથી મોટું-મોંઘું શ્રી યંત્ર માં અંબાને અર્પણ, નિર્માણકાર્યમાં 25 કાર્યકરો કરે છે દિવસ-રાત મહેનત

હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે

વિશ્વનું સૌથી મોટું-મોંઘું શ્રી યંત્ર માં અંબાને અર્પણ, નિર્માણકાર્યમાં 25 કાર્યકરો કરે છે દિવસ-રાત મહેનત
X

આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું અને મોંધું શ્રી યંત્ર સ્થાપિત થવા જઇ રહ્યું છે. જેનું નિર્માણકાર્ય જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે જય ભોલે ગ્રુપના સભ્યો શ્રી યંત્રની 32 કિલોની પ્રતિકૃતિ સાથે અંબાજીથી 1200 કિમીની ચારધામની યાત્રાએ નીકળ્યા છે. આ મેરુ શ્રી યંત્ર પંચધાતુમાંથી 2200 કિલો વજન અને સાડા ચાર ફૂટ ઊંચું પિરામિડ આકારનું બનાવશે. જેમાં કુલ લાગત 1 કરોડ રૂપિયા જેટલી થશે. જેના નિર્માણકાર્યમાં 25 જેટલા કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે.

હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે. આ પ્રસંગે જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલે જણાવ્યું કે, વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવા અમે બે મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. આ શ્રી યંત્ર બનતાં હજુ બે મહિના જેટલો સમય લાગશે. આ કાર્યમાં કોઇપણ સંકટ કે વિધ્ન ન આવે તે માટે શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન 32 કિલોના મેરુ શ્રી યંત્ર સાથે અંબાજીથી ચારધામની યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેનું કલેક્ટરે પાલનપુર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવાનો વિચાર ડોલાશ્રમ ગયા ત્યારે આવ્યો હતો.

આ શ્રી યંત્ર મા અંબાના દરબારમાં સ્થાપિત કરવા માટે તાંબું, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદી એમ પંચધાતુમાંથી બનાવવામાં આવશે. જય ભોલે ગ્રુપના સભ્યો દ્વારા અંદાજિત એક કરોડના ખર્ચે સાડા ચાર ફૂટની લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું તેમજ 2200 કિલો વજન ધરાવતું શ્રી યંત્ર બનવવામાં આવી રહ્યું છે. આ શ્રી યંત્ર અંબાજીમાં સ્થાપિત થતાં અંબાજી વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર ધરાવતું મંદિર બનશે. જેના નિર્માણમાં 25 જેટલા કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

Next Story