સંબંધોમાં નવી તાજગી,ઉત્સાહ અને મીઠાસની દોર બાંધતો ઉત્સવ એટલે દિવાળી

દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય.દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ આપણે કહીએ છીએ.પ્રકાશ એટલે રોશની ખરી પણ આપણા પરિવાર

New Update
diwali
Advertisment

દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય.દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ આપણે કહીએ છીએ.પ્રકાશ એટલે રોશની ખરી પણ આપણા પરિવાર,સગા સંબંધીઓ,મિત્રો સહિત લોકો સાથે રહેવાનો અને સંબંધોમાં તેજ વધારવાનો ઉત્સવ છે.પોતાના લોકોની સાથે રહીને ઉજવવાનો તહેવાર છે. 

Advertisment

કુટુંબના વડીલોના પ્રત્યક્ષ આશીર્વાદ વિના અને બાળકોની ખુશી વીના  દિવાળી અધૂરી છે.  પોતાના લોકો એટલે માત્ર કુટુંબીજનોસગાંવહાલાં કે મિત્રમંડળ જ નહીં પરંતુ પોતાના લોકોમાં કામ કરવાની જગ્યાએ જેમની સાથે આખું વર્ષ કામ કર્યું હોય એ લોકો સહિતના તમામ કે જેમની સાથે આપણે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા હોઈએ.

આપણા જીવનમાં દરેક તહેવાર કંઇક નવું શીખવે છે અને સંબંધોમાં નવી તાજગીરૂપી પ્રેમનું નિર્માણ કરે છે.ભલે આજના યુગને ડિજિટલ યુગ તરીકે ઓળખાતા હોઈશું પરંતુ તહેવારની શુભેચ્છની સાચી મજા તો રૂબરૂ મળીને એકબીજા પ્રત્યે હેત વરસાવી અને મીઠાઈ ખવડાવીને જ આવે છે.ભલે આખા વર્ષ દરમિયાન કોઈને મળી ન શકાય કે કામની વ્યસ્તતાના કારણે મળવાનું શક્ય ન બને પરંતુ દિવાળી પર્વમાં અચૂક એક નાનકડી મુલાકત પણ કરવી જોઈએ,આ એ હૂંફ છે જે બે વ્યક્તિઓ વચ્ચેની લાગણીનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે.અને મનમાં રહેલા વેરભાવને પણ ભુલાવી દે છે.અવનવી લાઇટીંગનો ઝગમગાહટ જેમ શહેરની સુંદરતામાં વધારો કરવા છે એમ ફાટકડાનો આવાજ પણ વાતાવરણમાંથી જીવાતને દૂર કરતો હોવાનું કહેવાય છે.

માત્ર પૈસા કે ભેટ સોગાતો થકી જ નહીં પરંતુ દિવાળી ની સાચી ઉજવણીની મજા એકબીજાને પ્રેમ આદર અને સન્માન આપીને કરવામાં આવેલી શુભેચ્છા મુલાકાત થકીજ પરિપૂર્ણ થાય છે.એક સમય એવો પણ હતો કે દિવાળી કાર્ડ પણ લખવામાં આવતા હતા,અને પોસ્ટમેન કે કોઈ વ્યક્તિ કાર્ડ લઈને આપવા આવતા તે ખુશીનો પણ એક અલગ જ અંદાજ હતો. તે કાર્ડ યાદગીરીરૂપે સંગ્રહી રાખતા અને કોઈ મળવા આવે ત્યારે તે વ્યક્તિને કાર્ડ બતાવીને મોકલનાર કોણ છે એ ગર્વ પૂર્વક કહેવામાં આવતું અને તેનો એક અનેરો આનંદ હતો.જ્યારે વર્તમાન સમયમાં કોપી પેસ્ટ અને ફોરવર્ડ કરેલા મેસેજનો મારો ચલાવવામાં આવે છે જે કદાચ મોટે ભાગે ઘણાખરા લોકો જોતા પણ નથી.ટેકનોલોજીના સહારે ફક્ત આપણે આપણું કામ કરી શકીએ સંબંધોની અણમોલ દોરને જો સાચવવી હોય તો રૂબરૂ મળીને જ સાચવી શકાય.

દિવાળીનું પર્વ છે ઉમંગ,ઉત્સાહ નવી તાજગી સાથે નવા સમયની શરૂઆત કરવાનો બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને નવી ઉર્જા આપીને ચેતનવંતો બનાવવાનો. પ્રકાશમય દિવાળીનો ઉજાસ,મીઠાઈરૂપી મીઠાસ અને રંગોળીના કલરનો રંગ આપણા જીવનને ઉત્સવમય બનાવે તેવી શુભેચ્છા સાથે સૌ ને દિવાળીના પર્વની હૃદયપૂર્વક શુભેચ્છા.

 

Latest Stories