/connect-gujarat/media/media_files/2025/10/18/dhanteras-2025-10-18-13-29-47.jpg)
મુખ્ય ત્રણ મહાદેવીઓ છે: મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલિકા.
'શ્રી' , 'લક્ષ્મી', કે 'મહાલક્ષ્મી' ધનસંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે. લક્ષ્મીની ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ. ધનતેરસે સંધ્યાટાણે કે યોગ્યમુહૂર્તમાં ધનના પ્રતીકરૂપે સોના-ચાંદીના સિક્કા ધોવમાં આવે છે, એ રીતે ધનની પૂજા કરાય છે.
ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી. ખોટા માર્ગેથી લક્ષ્મી આવી હોય તો તે ધન લક્ષ્મીનો સદુપયોગ કરવો. સાચા માર્ગે ધન કમાવાનો સંકલ્પ કરવો. માલધારીઓ પણ પોતાના ગાય-ગેટાંના 'ધણ'ને શણગારીને ઉજળી સંપત્તિનો આદર્શ રજૂ કરે છે.
ધનતેરશે લક્ષ્મી(ધન)ની પૂજા થાય છે અને સરસ્વતીની પણ પૂજા થાય છે. વ્યાપારીવર્ગનો સંબંધ જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાછે છે, તેથી તે વર્ગ ચોપડાનું પૂજન કરે છે અને ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તોકોનું પૂજન કરે છે. વેપારીના ચોપડામાં વર્ષભરનું જમા-ઉધાર સરવૈયું રહે છે. ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરાય છે.
ધનતેરસના દિવસે લક્ષ્મીનું પ્રાગટ્ય ક્ષીરસાગરમાંથી થયેલું. લક્ષ્મી તો ધન-સંપત્તિનો અધિષ્ઠાત્રી દેવી છે. તેથી ધનતેરસે લક્ષ્મીમૂર્તિની અને સોના-ચાંદીના સિક્કા વગેરેની પૂજા કરાય છે. ધન ધોવું એટલે સાત્વિક ધન મેળવવાનો સંકલ્પ કરવો. શુદ્ધ લક્ષ્મી જ પૂજાપાત્ર છે. કાળું નાણું નહીં. 'હું કાળું નાણુ નહી પણ સાચી લક્ષ્મી મળવું.' એવી ઉમદા ભાવના લક્ષ્મીપૂજા પાછળ રહેલી છે.
બાજઠના ચારખૂણે મીઠાસના પ્રતીક રૂપે શેરડીના સાંઠા બંધાય છે. બાજઠ ઉપર લક્ષ્મી-ગણપતિ-ઈષ્ટદેવની મૂર્તિઓ મૂકી તેનું પૂજન કરાય છે. બાજઠની બાજુમાં મૂકેલા ચોપડાઓમાં સાથિયા પૂરી કંકુના ચાંદલા કરાય છે. નવા ખરીદેલા દરેક ચોપડામાં શ્રી૧। લખીને આગલા વર્ષના સરવૈયા સંબંધી બે ત્રણ લીટીઓ લખાય છે. ચોપડાઓનું પૂજન કરાય. પૂજનના પંચામૃતનું પાન કરાય છે. રાત્રે ચોપડા ખૂલ્લા મૂકાય. લાભપાંચમે ફરી પૂજા કરીને તેમાં હિસાબ કિતાબ લખવાનો આરંભ કરાય છે.