• છેતરપિંડી કરતી ગેંગનો એ’ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો

  • પતિ અને પત્ની સહિત અન્ય એક વ્યક્તિની કરાય ધરપકડ

  • ફોન-પે નામની ડુપ્લિકેટ એપ્લિકેશન થકી આચારતા છેતરપિંડી

  • ખરીદી કરી ભેજાબાજો પેમેન્ટનો ખોટો મેસેજ બતાવતા : પોલીસ

  • પોલીસે 2 કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત તપાસ હાથ ધરી

જુનાગઢમાં ઓનલાઇન ટ્રાન્જેક્શનના ખોટા મેસેજ બતાવી છેતરપિંડી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ શહેર એ’ ડિવિઝન પોલીસને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. જેમાં પતિ અને પત્ની સહિત અન્ય એક વ્યક્તિ સાથે મળીને ફોન-પે નામની ડુપ્લિકેટ એપ્લિકેશન બનાવી લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. આ ભેજાબાજો નાના વેપારીઓને ત્યાં જઈ  ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટનો ખોટો મેસેજ બતાવતા હતા. જોકેજુનાગઢ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે સુરતના રાધિકા પઢિયારદેવાંગ પઢીયાર અને ભાવેશ ચાંદેલાની ધરપકડ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે 2 કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઅસંખ્ય લોકો સાથે આ ટોળકીએ છેતરપિંડી કરી હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.