ભરૂચ તાલુકાના તવરા ગામે દશેરા પર્વ નિમિત્તે જવારા વિસર્જનની ભવ્ય યાત્રા યોજાઈ હતી. આહીર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની આરાધના અને પૂજા-અર્ચના કર્યા બાદ દશેરાના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જવારા વિસર્જન કરવામાં આવ્યું હતું.તવરા ગામનાં વિવિધ મંદિરોમાં નવરાત્રી દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા 25થી વધુ જવારા પાંચ દેવી મંદિર ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાંચ દેવી મંદિરેથી ઢોલ-નગારાના તાલે જવારા વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ભક્તિમય બની ગયું હતું.