-
ભરૂચ નગર સેવા સદનનો બનાવ
-
કચેરીમાં પીવાના પાણીના કુલર બંધ
-
અરજદારોને મુશ્કેલી
-
કોંગ્રેસે મુકાવ્યા પાણીના જગ
ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા અરજદારો માટે પીવાના પાણીના કેરબા મૂકવામાં આવ્યા હતા. નગરપાલિકામાં લગાવવામાં આવેલા વોટર કુલર બંધ હોવા તેમજ આસપાસ ગંદકી હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો હોવાની રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.
આ રજૂઆતોને પગલે જીગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પાણીના કેરબા મૂકી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.અરજદારોને ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
