હરિયાણાથી બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છેતેવામાં વડોદરા જિલ્લા LCB પોલીસે જરોદ રેફરલ ચોકડી પાસેથી દારુ ભરેલું આખું ટેન્કર ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર,  વડોદરા ગ્રામ્ય એલ.સી.બીના ઇન્સ્પેક્ટરને ચોક્કસ બાતમી મળી હતી કે, UK પાર્સિંગના ટેન્કરમાં દારુ ભરેલો છેઅને ગોધરાથી વડોદરા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમ જરોદ હાઇવે પર દારુ ભરેલા ટેન્કરની વોચમાં ગોઠવાઇ ગઇ હતી. આ દરમિયાન ટેન્કર આવતા તેને કોર્ડન કરી રોકવામાં આવ્યું હતુ. ટેન્કરમાં સવાર ચાલકને તેનું નામ પૂછતા દીલબાગસિંહ હરદિપસિંહ ભટ્ટી હોવાનુ જણાવ્યું હતુ. બાદમાં પોલીસે તેને સાથે રાખી ટેન્કરનુ ઢાકણું ખોલતા વિપુલ માત્રમાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો.

જેથી આ બાબતે તેને પુછતાઆ દારૂના જથ્થો ભરેલું ટેન્કર હરીયાણાના સોનુ જાંગડા નામની વ્યક્તિએ તેને રોહતકથી રવાડી જવાના હાઇવે ઉપર આપ્યું હતુઅને જણાવ્યું હતુ કેવડોદરા ગોલ્ડન ચોકડી પહોંચતા પહેલા ફોન કરવા માટે જણાવ્યું હતુ. જેથી ગોધરા પાસ કર્યા પછી ફોન કરતા અમદાવાદ ખાતે પહોંચી ફોન કરવાની સુચના આપવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ટેન્કરમાંથી 33,36,000 રૂપિયાના દારૂના જથ્થા સાથે રૂ. 43,41,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીટેન્કર ચાલક દીલબાગસિંહ ભટ્ટીની ધરપકડ કરી દારૂનો જથ્થો મોકલનાર સામે પણ પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.