/connect-gujarat/media/media_files/2025/03/12/Dw6RrbyM5BGXOee49NDq.jpg)
બોમ્બે હાઈકોર્ટમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ વખતે એક ઉત્તમ તક આવી છે.
કોર્ટએ કુલ 2381 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ઑનલાઈન અરજી 15 ડિસેમ્બર 2025થી 5 જાન્યુઆરી 2026 સુધી સ્વીકારવામાં આવશે. આ વિશાળ ભરતીમાં ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, પટાવાળા અને હમાલ જેવી વિવિધ નોન-ગેઝેટેડ પોસ્ટ્સનો સમાવેશ થાય છે. રાજયના અનેક જિલ્લાઓમાં આ ભર્તીઓ થશે, જેના કારણે ઉમેદવારોને પોતાના જિલ્લા પ્રમાણે મોકો મળી શકે છે.
આ ભરતીમાં 1382 ક્લાર્ક, 887 પટાવાળા, 37 હમાલ-ફરાસ, 37 ડ્રાઈવર, અને 75 સ્ટેનોગ્રાફર (લોઅર + હાયર ગ્રેડ)ની જગ્યાઓ સમાવેશ થાય છે. ક્લાર્ક અને સ્ટેનોગ્રાફર માટે સ્નાતકની સાથે કમ્પ્યુટર નોલેજ અને ટાઈપિંગ કુશળતા ફરજીયાત રાખવામાં આવી છે, જ્યારે ડ્રાઈવર માટે 10મું પાસ અને માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. પટાવાળા અને હમાલ જેવી જૂથ-ડી પોસ્ટ્સ માટે પણ ન્યૂનત્તમ લાયકાત 10મું પાસ માનવામાં આવશે.
ઉંમર મર્યાદાની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 18 થી 38 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે અનામત વર્ગોને સરકારી નીતિ મુજબ વયમાં છૂટછાટ મળશે. અરજીઓ સત્તાવાર વેબસાઈટ પર થી જ ભરવાની રહેશે, જેમાં ઉમેદવારોને પોતાની લાયકાત મુજબ યોગ્ય પોસ્ટ પસંદ કરી યોગ્ય ડોક્યુમેન્ટ્સ સાથે અપલાઈ કરવું પડશે. ભરતી પ્રક્રિયામાં લખિત પરીક્ષા, ટાઇપિંગ ટેસ્ટ (જ્યારે લાગુ પડે ત્યારે) અને ઈન્ટરવ્યુ જેવી લેવલ્સ સામેલ હોઈ શકે છે.
ચૂકી ન જશો — હાઈકોર્ટમાં નોકરીનો આ મોકો દર વર્ષે મળતો નથી, તેથી સમયસર અરજી કરવા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા સલાહ આપવામાં આવે છે.