New Update
/connect-gujarat/media/media_files/2025/07/28/appointment-letter-2025-07-28-18-34-43.jpg)
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર - નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં, ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ, ભરૂચના પ્રમુખ પ્રવિણસિંહ રણા, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણા દ્વારા ભરૂચ જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાઓના શિક્ષણને વેગવંતુ અને અસરકારક બનાવવા અપીલ કરી હતી.
શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં નવા શિક્ષણ સહાયકોને અપડેટ રહી ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી દિવ્યેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.