New Update
/connect-gujarat/media/media_files/2025/02/18/sJVKXiKcMH1aDlRTKjMX.jpg)
અમદાવાદમાં આવેલી GLS યુનિવર્સિટીનો 8મો કોન્વોકેશન સમારોહ આવતીકાલે યોજાશે. આ સમારોહ સાંજે 5 વાગ્યે શરૂ થશે. સમારોહમાં GLS યુનિવર્સિટીના પ્રેસિડન્ટ સુધીર નાણાવટી યજમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે વિશેષ મહેમાનોમાં ગુજરાત લો કોલેજના પ્રેસિડન્ટ પંકજ પટેલ, સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ સી. કે. ઠક્કર અને જાણીતા ગુજરાતી સાહિત્યકાર તુષાર શુક્લા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવશે.