New Update
/connect-gujarat/media/media_files/2025/08/20/vtc-girls-high-school-2025-08-20-13-24-26.jpg)
ભરૂચમાં વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પુરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી રઘુ મણિયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories