Connect Gujarat
શિક્ષણ

DSSSB આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રહી લિંક...

AAO પરીક્ષાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવશે.

DSSSB આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રહી લિંક...
X

દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેકશન બોર્ડ (DSSSB) દ્વારા મદદનીશ એકાઉન્ટ્સ ઓફિસર (AAO)ની જગ્યાઓ માટે ભરતી પરીક્ષા માટે ઉમેદવારોના એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ઉમેદવારો કે, જેઓ AAO પરીક્ષા (ભાગ I અને II) માં હાજર થવા જઈ રહ્યા છે, તેઓ તરત જ તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર (AAO)ની જગ્યાઓ માટેની પરીક્ષા તા. 27 ડિસેમ્બર 2023ના રોજ 2 અલગ અલગ સમયમાં દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) દ્વારા લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા માટે ઉમેદવારોના એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અથવા આ પૃષ્ઠ પર આપેલ લિંક પર ક્લિક કરીને તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડની લિંક DSSSBની સત્તાવાર વેબસાઇટ dsssb.delhi.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારો વેબસાઇટની મુલાકાત લઈને અથવા આ પૃષ્ઠ પર આપેલ સીધી લિંક પર ક્લિક કરીને પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

-DSSSB AAO પરીક્ષા એડમિટ કાર્ડ : આ સ્ટેપ્સ સાથે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો...

DSSSB AAO પરીક્ષા (ભાગ I અને II) એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ dsssb.delhi.gov.in પર જાઓ. વેબસાઈટના હોમ પેજ પર નવીનતમ સમાચારમાં આપેલ એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો (27 ડિસેમ્બર 2023ના રોજ નિર્ધારિત એએઓ પરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની લિંક). હવે, તમારે રોલ નંબર, જન્મ તારીખ અને આપેલ કોડ ભરીને નવા પેજ પર લોગ ઇન કરવાનું રહેશે. આ પછી તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર ખુલશે જ્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.

-આ તારીખે પરીક્ષા લેવામાં આવશે...

AAO પરીક્ષાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા 2 પાળીમાં લેવામાં આવશે. પ્રથમ પાળીની પરીક્ષા સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે, જેમાં પેપર-1 (ભાગ 2-પબ્લિક વર્ક્સ એકાઉન્ટ) પ્રથમ પાળીમાં હાથ ધરવામાં આવશે. અને બીજી પાળીની પરીક્ષા બપોરે 2થી 5 દરમિયાન લેવામાં આવશે, જેમાં પેપર-3 (ભાગ 1-એકાઉન્ટિંગ પ્રક્રિયા) બીજી પાળીમાં હાથ ધરવામાં આવશે. આ સાથે જ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Next Story