Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો..

PM મોદીએ ભારત મંડપમ’ ખાતેથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને તેમને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા

X

દેશભરના વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીએ કરી “પરીક્ષા પે ચર્ચા”

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ નિહાળ્યો

મુખ્યમંત્રીની ઘાટલોડીયાની નૂતન વિદ્યાવિહાર શાળામાં ઉપસ્થિતી

500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો સાથે જીવંત પ્રસારણ નિહાળ્યું

“પરીક્ષા પે ચર્ચા”માં સહભાગી થઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ‘ભારત મંડપમ’ ખાતેથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને તેમને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'પરીક્ષા પે ચર્ચા-2024' કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી નિહાળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Next Story