Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ: શાળાઓમાં ધો. 6 થી 8ના વર્ગો શરૂ, કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન

આજથી ધોરણ 6 થી 8 સ્કૂલ ની થઈ શરૂઆત, કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન.

X

રાજ્યનીશાળાઓમાં ધોરણ 6 થી 8નું ઓફલાઇન શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદની શાળાઓમાં સ્કૂલે પહોંચેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી વધુ અસર પડી છે.હવે કોરોનાની બીજી લહેર કાબુમાં આવતા સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ અગાઉ સરકારે 9 થી 12 ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી હતી. તો હવે આજ થી રાજ્યભરમાં ધોરણ 6 થી 8 ના વર્ગો 50% ક્ષમતા સાથે શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 40% જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ માટે કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકો મરજિયાત રીતે વર્ગમાં આવી શકશે.

સ્કુલે આવવા વાલીનું સંમતિ પત્ર પણ ફરજીયાત રાખવામાં આવ્યું છે. જે બાળકો ઓનલાઈન ભણવા ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ હીરામણી સ્કૂલ માં પણ આજથી ધોરણ 6 થી 8 ના વર્ગો ખોલવામાં આવ્યા છે જેનો સમય 11 થી 3 નો રાખવામાં આવ્યો છે. આ વર્ગો 50 ટકા હાજરી સાથે ખોલવામાં આવ્યા છે પરંતુ સ્કૂલમાં હાલમાં કે 20 ટકા વિદ્યાર્થીઓ જ પહોંચ્યા હતા. સ્કૂલમાં વિધાર્થી આવે ત્યારે તેઓનું બહાર ગેટ પર ટેમ્પરેચર માપવામાં આવે છે. હાથ સેનેટાઈઝ કરવામાં આવે છે .માસ્ક ફરજિયાત પહેરીને બેસાડવામાં આવે છે અને ક્લાસ રૂમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિધાર્થીઓને બેસાડવામાં આવે છે.

છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ હતી અને ઓનલાઇન સ્કૂલ ચાલી રહી હતી તેના કારણે વિદ્યાર્થીઓ ઘણી મુશ્કેલી પડતી હતી કારણ કે ઓનલાઇન માત્ર 40 મિનિટ ક્લાસ ચાલતા હતા ને તેના કારણે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પશ્ન હોય કે પૂછવું હોય તો તે સમય મળતો ન હતો જ્યારે આજથી સ્કૂલ ચાલુ કરવામાં આવી છે તેના કારણે હવે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી કોઈ પણ પ્રશ્ન હોય તો તે પછી શકે છે.વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બાબતે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Next Story