/connect-gujarat/media/post_banners/160ac9f5efb06b01b831a06699b1f464f24d8a28f6ab26744d84c5ab1e24bbd7.webp)
અંકલેશ્વરના શારદા ભવન હૉલ ખાતે કાકા-બા હોસ્પીટલ અને કેડીલા ફાર્માસ્યુટિકલ લિમીટેડના સંયુકત ઉપક્રમે કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિઘ મુદ્દે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના નામાંકિત મોટીવેશનલ એક્સપર્ટની 3 ટીમો દ્વારા વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ, સ્યુસાઇડ પ્રિવેન્સન તેમજ યુથ અને એડીકસન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મેન્ટલ હેલ્થ વિષે ચિરાગ મહેતા, બી.કે.સિસ્ટર દીપા, ડો. જય કુંભાની, ડો. ઝીલ ત્રિપાટી, વિજય તોલડએ વિધાર્થીઓને ખૂબ જ ઉમદા માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે જ પ્રશ્નોતરીમાં વિધાર્થીઓના દરેક પ્રશ્નો સમજી એક્સપર્ટ દ્વારા જરૂરી સલાહ સૂચન કરાયા હતા. દેશમાં હાલ આત્મહત્યાના બનાવોમાં ખૂબ જ વધારો નોંધાયો છે. સરકાર દ્વારા પણ સ્યુસાઇડ પ્રિવેન્સનને લઈ અભિયાનો હાથ ધરાયા છે, ત્યારે આ સેમિનારમાં બીજી એક્સપર્ટ ટીમ દ્વારા વિધાર્થીઓને સ્યુસાઇડ પ્રિવેન્સન અંગે માહિતગાર કરાયા હતા.
ઉપરાંત આજ કાલ યુવા પેઢી ખૂબ જ નશાના રવાડે ચઢી છે. આર્થિક ભીંસના કારણે યુવાઓ આત્મહત્યા તરફ પણ જતાં હોય છે, ત્યારે ત્રીજી એક્સપર્ટ ટીમ દ્વારા યુવાઓને નશાયુક્ત પ્રવૃત્તિથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થિઓએ પણ એક્સપર્ટની વાતોને સહજતાથી સાંભળી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા એડિસનલ કલેક્ટર, એક્સપર્ટ ટીમ, કાકા-બા હોસ્પીટલ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં અલગ અલગ કોલેજોના વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા.