અંકલેશ્વર SVM ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન પ્રસંગે સન્માનનીય વધામણા કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વયનિવૃત્ત સારસ્વત શિક્ષકોનું શાલ ઓઢાડીને અને શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

New Update

અંકલેશ્વર SVM શાળામાં શિક્ષક દિનની કરાઇ ઉજવણી 

સન્માનીય વધામણા કાર્યક્રમ યોજાયો 

નિવૃત શિક્ષકોનું કરાયુ સન્માન 

25 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને પણ કરાયા સન્માનિત 

વિવેક અમૃતમ મેગેઝીનનું કરાયુ વિમોચન

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન પ્રસંગે સન્માનનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં સન્માનનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મૂળ આશય અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્ર શાહ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે UPL યુનિવર્સિટીના ડાયરેકટર અશોક પંજવાણી અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ભાવના શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળા મેગેઝીન "વિવેક અમૃતમ" નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વયનિવૃત્ત સારસ્વત શિક્ષકોનું શાલ ઓઢાડીને અને શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.વધુમાં કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,શિક્ષકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 
Latest Stories