Connect Gujarat
શિક્ષણ

અરવલ્લી : અસાલ ગામની આંગણવાડીમાં બાળકોની માથે જળુંબતું મોત, જુઓ કેવી રીતે અભ્યાસ કરે છે બાળકો

અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી

X

ભિલોડા તાલુકાના અસાલ ગામની જર્જરિત આંગણવાડી

આંગણવાડી કેન્દ્રમાં છતના પોપડા પડતાં ગ્રામજનોમાં રોષ

આંગણવાડી જર્જરિત બનતા બાળકોના ભાવિ સામે સવાલ

આંગણવાડીના બાળકોને મંદિરમાં બેસાડવાની મજબૂરી

આ મામલે તંત્ર ગંભીરતા દાખવે તે અત્યંત જરૂરી બન્યું

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં છતના પોપડા પડતાં તંત્ર પ્રત્યે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકના વાંદીયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. જોકે, આ આંગણવાડી જર્જરિત માલુમ પડતા ગ્રામજનોએ બાજુમાં આવેલ મંદિરમાં બાળકોને બેસાડવાની મજબૂરી આવી પડી છે.

3 માસ પૂર્વે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પણ આ મામલે જાણ કરી હતી. 2 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીએ 12 આંગણવાડી સહિત રૂ. 275 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લાને ભેટ આપી હતી. પરંતુ જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં તંત્ર ગંભીરતા દાખવતું ન હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે, ત્યારે આ મામલે તંત્ર ગંભીરતા દાખવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story