ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ વધાર્યું સંસ્થાનું ગૌરવ...

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની બગસ આલ્યાએ GTU ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે.

New Update
ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ વધાર્યું સંસ્થાનું ગૌરવ...

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની એક વિદ્યાર્થીનીએ GTU ટોપર્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે અન્ય એક વિદ્યાર્થીનીએ GPAT એન્ટરન્સ એક્ઝામ-2023ની પરીક્ષામાં AIR 807 સાથે 98 ટકા મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્ટર 2022-23માં લેવાયેલ પ્રથમ વર્ષ બી. ફાર્મસીના પહેલા સેમેસ્ટરની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની બગસ આલ્યાએ GTU ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે.

વિદ્યાર્થીની બગસ આલ્યાએ SPI 9.59 સાથે 7મો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ સેમેસ્ટર-8ની વિદ્યાર્થીની રાણા નીધીએ GPAT એન્ટરન્સ એક્ઝામ-2023ની પરીક્ષામાં AIR 807 સાથે 98 ટકા મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થિનીઓને સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Latest Stories