ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ સેમેસ્ટર-7ની ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું...
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થીનોએ અભિનંદન પાઠવવામાં આવ્યા
BY Connect Gujarat Desk15 March 2023 12:16 PM GMT

X
Connect Gujarat Desk15 March 2023 12:16 PM GMT
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓ ફાર્મસીના સેમેસ્ટર-૭ની ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-૭ની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની રાણા નીધીએ SPI ૯.૭૧ સાથે બીજો ક્રમાંક અને સૈયદ અલ્બીનાએ SPI ૯.૬૪ સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનું ગૌરવ વધાર્યું છે. આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થીનોએ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Next Story