Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિ રજૂ કરી...

અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની ઝેબા દૂધવાલાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું

X

મનુબર રોડ પર આવેલ VCT કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન

VCT કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો વાર્ષિક મહોત્સવ

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિ રજૂ કરાય

ગ્રામ્ય વિભાગના મામલતદાર માધવી મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

વિદ્યાર્થીઓમાં રહેલ ઉમંગને બિરદાવતું સુંદર વ્યક્તવ્ય આપ્યું

ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ગ્રામ્ય વિભાગના મામલતદાર માધવી મિસ્ત્રી, વી.સી.ટી. તેમજ એમ.એમ.એમ.સી.ટી.ના ટ્રસ્ટીઓ, પરવીન વલી તથા હસીના પટેલ, વિદેશથી પધારેલ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા...

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી. હતી. ઉપસ્થિત મહાનુભવોનું અંગ્રેજી માધ્યમના આચાર્યા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ પદે બિરાજમાન માધવી મિસ્ત્રીનું શાલ તથા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યુ હતું. ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા અલ્લાહના 99 શ્રેષ્ઠ નામ લય સાથે રજૂ કરવામાં આવ્યા હતા...

ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની બાળાઓ દ્વારા વેલકમ સોંગ, ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા મોબાઇલની બબાલ પર હાસ્ય રસિક નાટક રજૂ કરાયું હતું. ટી.વાય.બી.એ. અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની ઝેબા દૂધવાલાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ આ તકે ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા એમનું મનોબળ વધે એ માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા...

Next Story