New Update
/connect-gujarat/media/post_banners/e9ece26e96ad40ddf54cc1dc13ee6db0172637d3951e8194e51f5f7c8233cb1c.webp)
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો સોમવારના રોજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર જોઈ શકે તે માટે ભરૂચ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આવતીકાલ એટલે કે રવિવારે બપોરે અઢીથી પાંચ વાગ્યાના સમયગાળામાં વિદ્યાર્થીઓ પોતાના સેન્ટર પર તેમનો બેઠક નંબર જોઈ શકશે.જોકે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.બહારથી તેઓ પોતાનો નંબર જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.