Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : ગવર્નમેન્ટ એન્જીનીયરિંગ કોલેજનો વાર્ષિક ઉત્સવ “ગુંજ-2024” યોજાયો, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી...

ગવર્નમેન્ટ એન્જીનીયરિંગ કોલેજનો વાર્ષિક ઉત્સવ ગુંજ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

X

પંડિત ઓમકારનાથ હોલ ખાતે કરાયું ભવ્ય આયોજન

વિદ્યાર્થીઓની કળા-પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ

ગવર્નમેન્ટ એન્જી. કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન

વાર્ષિક ઉત્સવ ગુંજ-2024માં વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા

વિદ્યાર્થીઓની વિવિધ કૃતિ થકી શ્રોતાઓ સંમોહિત થયા

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ હોલ ખાતે ગવર્નમેન્ટ એન્જીનીયરિંગ કોલેજનો વાર્ષિક ઉત્સવ ગુંજ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ હોલ ખાતે ગવર્નમેન્ટ એન્જીનીયરિંગ કોલેજનો વાર્ષિક ઉત્સવ ગુંજ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ સાડા ચાર કલાક ચાલેલા આ વિસ્તૃત કાર્યક્રમમાં એન્જીનીયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કળા જેમ કે, સંગીત, નૃત્ય-નાટક વગેરેની લગભગ 30 જેટલી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને સંમોહિત કરી દીધા હત.

આ પ્રસંગે સંસ્થાના આચાર્ય પ્રો. પી.પી.લોઢાના વડપણ અને કલ્ચરલ ટીમના માર્ગદર્શન હેઠળ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુંજ એ કોલેજનો દર વર્ષે યોજાતો કાર્યક્રમ છે, જે એન્જીનીયરિંગના વિદ્યાર્થીઓની કળાને બહાર લાવવાનું સુંદર એવું મંચ પુરૂ પાડે છે, જ્યાં તેઓ પોતાની પ્રસ્તુતિ થકી કળા તરફના પોતાના રસને ન કેવળ પિરસે છે, પણ તેને વધુ ઉજ્જવળ બનાવવા તેમજ અન્યોમાં આવા જ કળારસના બીજ રોપી સમાજના ભાવિને જીવનનો નવો દ્રષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરે છે.

Next Story