Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા સ્ટુડન્ટ્સ લર્નિંગ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાય...

M. Pharmના કુલ 115 જેટલા વિદ્યાર્થઓએ એક્ષેલસ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સ્કોરટ ફાર્માકેમ-પાનોલી, અંકલેશ્વરની મુલાકાત લીધી

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા સ્ટુડન્ટ્સ લર્નિંગ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાય...
X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા સ્ટુડન્ટ્સ લર્નિંગ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે, ત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રેઈનિંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગત તા. 11 માર્ચ 2024ના રોજ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના B.Pharmના છેલ્લા વર્ષના અને M. Pharmના કુલ 115 જેટલા વિદ્યાર્થઓએ એક્ષેલસ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સ્કોરટ ફાર્માકેમ-પાનોલી, અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ ફાર્મા કંપની વિશે ઘણી બધી માહિતી મેળવી હતી.

Next Story