ભરૂચ : નારાયણ વિદ્યાલય શાળા દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સહ પારસમણિ વિશેષાંકની વિમોચન વિધિ યોજાય...

ઉચ્ચતર માદ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ ભાનુપ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રગોગશાળા છે.

New Update

નારાયણ વિદ્યાલય શાળા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું ભવ્ય આયોજન

પારસમણિ પ્રોજેકટ અંક-5 વિશેષાંકની વિમોચન વિધિ

કાર્યક્રમમાં દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિત રહ્યા

વિદ્યાર્થીઓશિક્ષકગણ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો

ભરૂચની નારાયણ વિદ્યાલય દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ નારાયણ ધ્વનિ અંતર્ગત પારસમણિ પ્રોજેકટ અંક-5 વિશેષાંકની વિમોચન વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના લીંકરોડ સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલય દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ નારાયણ ધ્વનિ અંતર્ગત પારસમણિ પ્રોજેકટ અંક-5 વિશેષાંકની વિમોચન વિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરત માધ્યમમિક અને ઉચ્ચતર માદ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ ભાનુપ્રસાદ રાજગોરદાહોદ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાભરૂચ જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમારનારાયણ વિદ્યાલયના પ્રમુખ જે.ડી.પંચાલચેરમેન હેમંત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા..

જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના પારસમણિ પ્રોજેકટ અંક-5 વિશેષાંકની વિમોચન કરાયું હતું. પારસમણિ પુસ્તકના વિમોચન સાથે ગુજરત માધ્યમમિક અને ઉચ્ચતર માદ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ ભાનુપ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કેવિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રગોગશાળા છે.

આ પ્રયોગશાળામાં નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓને જીવનના સંઘર્ષો માટે તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ શાળાના ભૂતપૂર્વ શિક્ષક સુરેન્દ્ર દામા કેજેઓ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીના પદ પર છે. તેમને પણ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડિરેક્ટર ડો. ભગુ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન ચીમનભાઇ પરમારપૂર્વાબેન તથા ઉર્વશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Latest Stories