Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : ઝઘડીયાની ખરચી પ્રાથમિક શાળામાં બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની બોસ્ટીક ઇન્ડિયા કંપની કેમિકલ તથા એધેસિવનું ઉત્પાદન કરે છે.

ભરૂચ : ઝઘડીયાની ખરચી પ્રાથમિક શાળામાં બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની બોસ્ટીક ઇન્ડિયા કંપની કેમિકલ તથા એધેસિવનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ઝઘડીયા GIDCની આસપાસના ગામોમાં વિવિધ પ્રકારની સી.એસ.આર. એક્ટિવિટી હેઠળ લોક ઉપયોગી કામગીરી કરવામાં છે. કંપની દ્વારા આરોગ્યને લગતી એમ્બ્યુલન્સ સેવા, શિક્ષણને લગતી સ્માર્ટ ક્લાસ સેવા તેમજ આજુબાજુના ગામોમાં જીવન જરૂરિયાતના વિકાસના કામોની કામગીરી કરવામાં આવે છે.

બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા એ.આર.સી.એચ. ફાઉન્ડેશનના સહયોગથી ઝઘડીયા તાલુકાના ખરચી ગામે સ્માર્ટ ક્લાસ ગામની પ્રાથમિક શાળા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડિજિટલ સ્ક્રિન, ટચ સ્ક્રીન દ્વારા ઘણા પ્રકારના એજ્યુકેશન સોફ્ટવેર અને એનીમેટેડ વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ નવી ટેક્નોલોજીભર્યું શિક્ષણ મેળવી શકશે. વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસના માધ્યમ દ્વારા મેથ્સ, સાયન્સ, પેઇન્ટિંગ, જનરલ નોલેજ જેવા ઘણા વિષયો પર શિક્ષણ મેળવી શકશે.

બોસ્ટીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ પ્રકારના સ્માર્ટ ક્લાસ દઢેડા, સરદારપુરા તથા કરારવેલ ગામની પ્રાથમિક શાળાઓમાં પણ ઉપલબ્ધ કરાવી ગામડાઓની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળી શકે તેવી ભાવનાથી કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે બોસ્ટીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વિપુલ પટેલ, એચ.એસ.સી. હેડ રાજેશ જાની, પ્રોસેસ ઇન્ચાર્જ નીરવ વ્યાસ, કુંજન ભટ્ટ આસીસ્ટન્ટ મેનેજર તેમજ ડો. સાગર ઉપસ્થિત રહ્યા હતા. એ.આર.સી‌.એચ. ફાઉન્ડેશનના હાર્દિક પંડ્યા, ભૂમિબેન તથા ખરચી પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story