ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો “સ્પોર્ટ્સ ડે”, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...

સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી

New Update
ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો “સ્પોર્ટ્સ ડે”, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...

આપણાં જીવન ઘડતરમાં રમત-ગમત એક અગત્યનું પરિબળ

Advertisment

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું આયોજન

વિદ્યાર્થીઓને સ્વસ્થ બનાવાના ઉદ્દેશ્ય સાથે સ્પોર્ટ્સ ડે યોજાયો

1 હજારથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં સહભાગી થયા

વિદ્યાર્થીઓની સલામતી માટે મેડિકલ ટીમ પણ તૈનાત રખાય

આપણા જીવન ઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. તેવામાં રમત-ગમત પણ એક અગત્યનું પરિબળ છે, ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આજના આધુનિક યુગમાં ટેકનોલોજીની સાથે સાથે રમત-ગમત પણ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની છે. આપણા શરીરના રક્ત પરિભ્રમણ માટે વિવિધ રમતો ખૂબ મદદરૂપ થાય છે. રમત-ગમતને કસરતનું શ્રેષ્ઠ સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે અભ્યાસની સાથે સાથે રમત-ગમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રુચિ કેળવાય તે હેતુસર ભરૂચના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, કોમર્સ અને સાયન્સ વિભાગ મળી કુલ 1,196 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં હર્ડલ રેસ, કેટચ કોન, રસાખેંચ, માર્કર એન્ડ કોન રેસ, લેડર રેસ, રિવર ક્રોસિંગ રેસ, બાસ્કેટબોલ, ડ્રિબલ રેસ, કોન શટલ રેસ, 200 મીટર રેસ, રિલે રેસ, સ્નેટચ ધ માર્કર સહિત ક્રિકેટ જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું.

તો બીજી તરફ, સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ, GSEB વિભાગ અંગ્રેજી માધ્યમના આચાર્યા સીમી વાધવા અને GSEB વિભાગ ગુજરાતી માધ્યમના આચાર્યા મેઘના ટંડેલ સહિત શિક્ષકગણ તેમજ શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સ્પોર્ટ્સ ડેના આયોજનને સફળ બનાવ્યું હતું.

Advertisment
Latest Stories